વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત પરિવારવાદના રાજકારણનો વિરોધ કરતા રહે છે, પરંતુ તેમનું નવું મંત્રીમંડળ હકીકતમાં 'પરિવાર મંડળ' છે તેમ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. વધુમાં તેમણે દાવો કર્યો હતો કે, વારાણસી લોકસભા બેઠક પરથી તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણી લડી હોત તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બેથી ત્રણ લાખ મતોથી પરાજય થયો હોત.