ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં 34 દેશો અને 16 સંસ્થાઓ ભાગ લઈ રહી છે. આ પ્રંસગે રાજ્યના મુખ્યંમત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ચ દેવવ્રત સહિત બિઝનેસ પ્રતિનિધિમંડળા, રાજદ્વારીઓ, વીઆઈપી મહાનુભાવો સહિત 25 હજારથી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિરના કન્વેન્શન હોલમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું અને આ દરમિયાન તેમણે સમિટમાં ભાગ લેનાર લોકોને સંબોધિત પણ કર્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે ભારતે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી ત્યારે હવે આગામી 25 વર્ષ માટે તૈયારી કરી રહ્યું છે અને આઝાદીના 100 વર્ષ પૂરા થાય ત્યાં સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું અમારું લક્ષય છે. આ ઉપરાંત તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, ભારત વિશ્વ મિત્રની ભૂમિકામાં આગળ વધી રહ્યુ છે. આપણે વિશ્વ કલ્યાણ માટે ભારતની નિષ્ઠા, પ્રયાસ અને પ્રરિશ્રમ સાથે વિશ્વને આગળ વધારી રહ્યા છીએ. તેથી 25 વર્ષનો આ સમયગાળો ભારતનો અમૃતકાળ છે.