PM નરેન્દ્ર મોદીએ શનિવારે કૃષિ અર્થશાસ્ત્રીઓની 32 મી આંતરરાષ્ટ્રીય પરિષદ (ICAE)નું ઉદ્ઘાટન કર્યું. નેશનલ એગ્રીકલ્ચરલ સાયન્સ સેન્ટર (NASC) કેમ્પસમાં 32 માં ઇન્ટરનેશનલ એસોસિયેશન ઓફ એગ્રીકલ્ચરલ ઇકોનોમિસ્ટ્સના સમારોહને સંબોધતા PM મોદીએ કહ્યું કે મને ખુશી છે કે ભારતમાં 65 વર્ષ બાદ આવી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તમે બધા વિશ્વના વિવિધ દેશોમાંથી અહીં આવ્યા છો. ભારતના 12 કરોડ ખેડૂતો, 3 કરોડથી વધુ મહિલા ખેડૂતો અને દેશના 3 કરોડ માછીમારો વતી હું તમારું સ્વાગત કરું છું. તેમણે કહ્યું કે આજે તમે એવા દેશમાં છો જ્યાં 55 કરોડ પ્રાણીઓ રહે છે. PM એ કૃષિવાદીઓ અને પશુ પ્રેમીઓ સહિત દરેકનું ભારતમાં સ્વાગત કર્યું.