વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં નહીં પણ દુનિયાભરમાં લોકપ્રિય છે અને આ વાત અમે નથી કહેતા આ વાત તેમના ટ્વીટર પરના ફોલોવર્સ કહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વીટર હેન્ડલે 70 મિલિયન એટલે કે 7 કરોડ ફોલોવર્સનો આંકડો પાર કર્યો છે. પીએમ મોદી દુનિયાભરમાં સૌથી વધારે ફોલોવ કરવામાં આવતા નેતાઓમાંના એક છે અને તેમની લોકપ્રિયતા દિવસેને દિવસે વધતી જ જાય છે.
પીએમ મોદીએ પોતાનું ટ્વીટર એકાઉન્ટ 2009માં શરૂ કર્યુ હતુ, તે સમયે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. 2010માં તેમના એક લાખ ફોલોવર્સ હતા અને નવેમ્બર 2011માં તેમના ફોલોવર્સની સંખ્યા 4 લાખને પાર કરી ગઈ હતી. પીએમ મોદી પોતાના ફોલોવર્સ સાથે જોડાવા અને રાજકીય નિવેદનો આપવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરે છે.