લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)નો મોટો ઈન્ટરવ્યુ સામે આવ્યો છે. એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં વડાપ્રધાને હિંદુત્વ, રૂદ્રાક્ષની માળા પહેરવા અને 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવા સંબંધિત અનેક સવાલોના જવાબ આપ્યા છે. સનાતન ધર્મ (Sanatan Dharma)ના મુદ્દે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી (Indira Gandhi) રૂદ્રાક્ષ પહેરીને ફરતા હતા, પરંતુ તેમની પાર્ટી સનાતન વિરુદ્ધ શા માટે ઝેર ઓંકી રહી છે.
‘કોંગ્રેસ સનાતન વિરુદ્ધ ઝેર ઓંકનારાઓ સાથે બેઠી’
તેમણે કહ્યું કે, ‘જે કોંગ્રેસ (Congress) સાથે ગાંધીજીનું નામ જોડાયેલું હતું. ઈન્દિરાજી રુદ્રાક્ષની માળા પહેરીને ફરતા હતા, ત્યારે કોંગ્રેસને પૂછવું જોઈએ કે, તમારી એવી તો શું મજબૂરી છે કે, તમે સનાતન વિરુદ્ધ ઝેર ઓંકનારાઓ સાથે બેઠા છો? શું તમારી રાજનીતિ અધૂરી રહી ગઈ છે? કોંગ્રેસ, આ કેવા પ્રકારની વિકૃતિ આવી રહી છે તે ચિંતાનો વિષય છે. કદાચ DMKનો જન્મ સનાતન વિરોધી નફરતમાંથી જ થયો હતો. હવે લોકો તેમના નફરતના ખેલનો અસ્વિકાર કરી રહ્યા છે, તેથી જ તેઓ નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે.’