Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના 73માં જન્મદિવસે કુનો નેશનલ પાર્ક પહોંચ્યા છે. આજનો દિવસ ઘણો જ ખાસ ગણાઈ રહ્યો છે કારણે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ તો છે જ સાથો સાથે પીએમ મોદીએ આજે એક ઐતિહાસિક ઘટનાના પણ સાક્ષી બન્યા છે. ભારત-નામિબિયા વચ્ચે થયેલા જૂલાઈ માસમાં થયેલા કરાર મુજબ નામબિયાથી 8 ચિત્તા ભારતમાં આવી પહોંચ્યા છે.
આ ચિત્તાને પીએમ મોદીએ આજે મધ્યપ્રદેશમાં આવેલા કુનો નેશનલ પાર્કમાં ખુલ્લા મુક્યા છે. પીએમ મોદીએ ચિત્તાને છોડ્યા બાદ આ ચિત્તાઓની ફોટોગ્રાફી કરતા પણ જોવા મળ્યા હતા. આ ઐતિહાસિક ક્ષણને પીએમ મોદીએ તેમના કેમેરામાં કેદ કરી હતી. આ સાથે ચિત્તાની ફરી ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે. ચિત્તાઓના પુનર્વસન માટે વર્ષ 1970થી પ્રયાસો હાથ ધરાયા છે. આખરે ભારત નામિબિયા વચ્ચે આ વર્ષે જૂલાઈ માસમાં કરાર થયો હતો. એ પ્રમાણે 8 ચિત્તાને કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવ્યા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ