ભારતમાંથી નામશેષ થઈ ગયાના લગભગ સાત દાયકા પછી ચિત્તાઓનું ફરી દેશમાં આગમન થયું છે. ભારતના જંગલોમાં ચિત્તાઓના પુનર્વસનના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના ભાગરૂપે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામીબિયાથી લાવવામાં આવેલા આઠ ચિત્તાઓમાંથી ત્રણને શનિવારે મધ્ય પ્રદેશના કૂનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક વિશેષ વાડામાં છોડયા હતા. 'પ્રોજેક્ટ ચિત્તા'નો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેમની સરકાર વન્યજીવો અને પર્યાવરણના સંરક્ષણ માટે સતત પ્રયત્નશીલ છે.