ગુજરાતની ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી મુંબઈ પોલીસના ટ્રાફિક વિભાગને મોકલવામાં આવી છે. મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર એક ઓડિયો મેસેજ આવ્યો છે. આ ઓડિયો મેસેજમાં કહેવામાં આવ્યું છે કે દાઉદ ઈબ્રાહિમની ડી કંપનીના બે સાગરિતોને પીએમ મોદીની હત્યા કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળવાના સમાચાર બાદ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમ સતર્ક થઈ ગઈ છે.