નવા વર્ષના પ્રારંભે, રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગપુર સ્થિત RSS મુખ્યાલયમાં સ્મૃતિ મંદિરની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે સંઘના સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવાર અને બીજા સરસંઘચાલક એમ.એસ. ગોલવલકરને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી. PM બન્યા બાદ આ તેમની પ્રથમ મુલાકાત હતી.