PM નરેન્દ્ર મોદી રશિયા (Russia) અને ઓસ્ટ્રિયા (Austria)ની મુલાકાત પૂર્ણ કર્યા બાદ આજે સવારે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેઓ બુધવારે ઓસ્ટ્રિયા (Austria)થી વતન જવા રવાના થયા હતા. નવી દિલ્હી પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન PM મોદીએ બંને દેશોના ટોચના નેતૃત્વ સાથે વાત કરી અને દ્વિપક્ષીય સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચા કરી. ઓસ્ટ્રિયા (Austria)થી રવાના થયા બાદ PM કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, “PM નરેન્દ્ર મોદી ઓસ્ટ્રિયા (Austria)ની સફળ મુલાકાત પૂર્ણ કરીને નવી દિલ્હી જવા રવાના થયા છે.” રશિયા (Russia), જ્યાં તેમણે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે 22 મી ભારત-રશિયા (Russia) સમિટમાં ભાગ લીધો હતો.