ચીન પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. ચીનના ચીંગદાઓ શહેરમાં આ મુલાકાત યોજાશે. પીએમ મોદી શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં ભાગ લેવા માટે ચીન પહોંચ્યા છે. 2017માં કઝાકિસ્તાનના શહેર અસ્તાનામાં શાંઘાઈ સહયોગ સંગઠનમાં સ્થાયી સભ્યપદ મળ્યા બાદ ભારત પ્રથમવાર બેઠકમાં ભાગ લેશે.