વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈજિપ્તના પ્રવાસ બાદ ભારત પરત ફર્યા છે. ત્યારે પીએમ મોદીએ મંગળવારે ભોપાલના રાણી કમલાપતિ સ્ટેશનથી પાંચ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. ત્યારે આ સાથે જ દેશને કુલ 23 વંદે ભારત ટ્રેનોની ભેટ મળી ચૂકી છે. આજથી શરૂ થયેલી વંદે ભારત ટ્રેન દેશના 6 રાજ્યોને જોડશે. આ સાથે પ્રથમ વખત વંદે ભારત ટ્રેન બિહાર, ઝારખંડ અને ગોવામાં દોડશે