વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ સોમવારના વિડીયો કૉન્ફરન્સ દ્વારા બ્રિક્સ શિખર સંમેલન (BRICS Summit)ને સંબોધિત કર્યું. પીએમ મોદીએ આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (United Nations Security Council) સહિત આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં સુધારાની પુરજોશ માંગનું પુનરાવર્તન કર્યું. આ ઉપરાંત તેમણે આતંકવાદનું સમર્થન કરનારા દેશોને દંડિત કરવાની જરૂરિયાત પર ભાર આપ્યો. વડાપ્રધાન મોદીએ આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ( Vladimir Putin)ની ભરપુર પ્રશંસા કરી, પરંતુ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના નામનો તેમણે ઉલ્લેખ પણ ના કર્યો. પીએમ મોદીના ભાષણ દરમિયાન જિનપિંગ કેમેરાની જગ્યાએ મોટા ભાગે પોતાની ડાબી બાજુ જોતા રહ્યા.