પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે સવારે સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરી છે. ત્યારબાદ ચાર જિલ્લામાં ચૂંટણી સભા ગજાવશે. આ સાથે અમિત શાહ પણ બે દિવસનાં ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.
સોમનાથ મંદિરમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તેમણે સોમનાથ દાદાની પૂજા અભિષેક કરીને પ્રાર્થના કરી હતી. સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝૂકાવીને વડાપ્રધાન મોદી સૌરાષ્ટ્રમાં ચૂંટણીનો પ્રચાર કરવાના છે.