દેશના બંધારણના રચયિતા ડૉ. બાબાસાહેબ આંબેડકરની 14 એપ્રિલના રોજ એટલે કે આજે 130મી જન્મજયંતિ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને સાથે જ બાબાસાહેબનો સંઘર્ષ દરેક પેઢી માટે એક મિસાલ છે તેમ કહ્યું હતું. વડાપ્રધાન મોદીએ આંબેડકર જયંતિ નિમિત્તે ટ્વીટ પણ કરી હતી.
વડાપ્રધાન મોદીએ ટ્વીટમાં લખ્યું હતું કે, 'હું આંબેડકર જયંતિ નિમિત્તે ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરને માથું નમાવીને વંદન કરૂ છું. તેમણે પોતાના સંઘર્ષ વડે સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગોને મુખ્ય ધારામાં લાવવાનું કામ કર્યું, જે દરેક પેઢી માટે એક મિસાલ રહેશે.'