પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિના અવસરે બુધવારે 16 ઓગસ્ટ દેશ તેમને સલામ કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય તમામ નેતાઓએ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી છે. તેની સાથે જ દિલ્હીમાં અટલ સમાધિ સ્થળ પર કેન્દ્રીય મંત્રીઓ, બીજેપી નેતાઓ અને એનડીએ નેતાઓનો મેળાવડો છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ અને અન્ય નેતાઓ, અટલ બિહારી વાજપેયીના પરિવારના સભ્યો બુધવારે સવારે અટલ સમાધિ સ્થળ પર હાજર રહ્યા હતા. અહીં પ્રાર્થના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.