વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરવાના છે. ચાલુ સપ્તાહે ક્વિંગદાઓમાં એસસીઓ શિખર સંમેલનથી અલગ ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક થશે. વિદેશ મંત્રાલયે ગુરૂવારે આ જાણકારી આપી. આ પહેલા બંને નેતાઓ વચ્ચે ચીનના શહેર વુહાનમાં એપ્રિલ મહિનામાં અનૌપચારીક શિખર બેઠક યોજાઇ હતી.