PM મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ₹2500 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. દાદરા નગર હવેલી, દીવ-દમણને વિકાસ કાર્યોની ભેટ આપશે. સુરતના લીંબયાતમાં જાહેર સભાને સંબોધન કરશે. લિંબાયત હેલિપેડથી સભા સ્થળ સુધી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની શરૂઆત કરાવશે. 8 માર્ચે નવસારીમાં જનસભાને વડાપ્રધાન સંબોધન કરશે. ગુજરાત સરકારની સખી સાહસ યોજનાનો પ્રારંભ કરાવશે. રાજ્યના વિવિધ જિલ્લામાંથી આવેલી લખપતિ દીદી સાથે કરશે સંવાદ.