વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારથી નેપાળની બે દિવસીય યાત્રાએ જઇ રહ્યાં છે. આ યાત્રાને ભારત- નેપાળ વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવાના પ્રયાસરૂપે ગણાવાઈ છે. નેપાળ જતાં અગાઉ પીએમ મોદીએ નેપાળ યાત્રાને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી હતી. મોદીએ જણાવ્યું હતું કે તેઓ નેપાળના વડાપ્રધાનના નિમંત્રણ પર 11 અને 12 મેના રોજ નેપાળ જઇ રહ્યા છે. તેઓ જાનકી મંદિરની પણ મુલાકાત લેશે.