વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા PM મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંસદમાં મહિલા અનામત બિલ પાસ થતાં મહિલાઓ દ્વારા PM મોદીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. બે દિવસના પ્રવાસમાં PM મોદી ગુજરાતને 5,206 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે. એરપોર્ટ ખાતે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. આ સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 10 કલાકે સાયન્સ સીટી ખાતે સફળતાની સમિટ તરીકે વાયબ્રન્ટ ગુજરાતના 20 વર્ષની ઉજવણીમાં પણ ભાગ લેશે. ત્યારબાદ છોટા ઉદેપુર જિલ્લાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે.