PM મોદી આજથી કર્ણાટકના બે દિવસના પ્રવાસ જશે. 10 મેના રોજ યોજાનારી 6 જનસભાઓને તેઓ સંબોધિત કરશે અને બે જગ્યાઓ પર રોડ શો કરશે. PM મોદી આજે દિલ્હીથી કર્ણાટકના બીદર એરપોર્ટ પહોંચશે. PM હુમનાબાદ, વિજયપુરા અને કુડાચી જશે. આવતીકાલે કોલાર, ચન્નાપટના, બેલૂર અને મૈસૂર જશે. અહીં સભા અને રોડશો બાદ તેઓ વિશેષ વિમાનથી મૈસૂરથી દિલ્હી માટે રવાના થશે.