વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશવ્યાપી ફિટ ઇન્ડિયા મૂવમેન્ટનો પ્રારંભ કરતાં દેશના દરેક નાગરિકને તંદુરસ્ત રહેવાની અપીલ કરી હતી. ગુરુવારે સવારે ૧૦ કલાકે દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટનો પ્રારંભ ભારતની સ્વદેશી માર્શલ આર્ટ, નૃત્ય અને રમતગમતના નિદર્શન સાથે કરાયો હતો. ભારતીય હોકીના સિતારા મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ અર્પતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આજના દિવસે મહાન ખેલાડી મેજર ધ્યાનચંદનો જન્મ થયો હતો. તેમણે તેમની તંદુરસ્તી, શારીરિક ક્ષમતા અને હોકી સ્ટિક વડે સમગ્ર વિશ્વને આૃર્યચકિત કર્યું હતું.