ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમ દ્વારા લોકોને સંબોધિત કર્યા છે. નોંધનીય છે કે, મન કી બાતનો આ 115મો એપિસોડ છે. મોદી દર મહિનાના છેલ્લા રવિવારે આ રેડિયો પ્રોગ્રામની મદદથી દેશવાસીઓ સાથે વાત કરે છે. પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “ભારતે દરેક યુગમાં કેટલાક પડકારોનો સામનો કર્યો છે. આજે મન કી બાતમાં હું એવા બે મહાન નાયકોની ચર્ચા કરીશ જેમની પાસે હિંમત અને દૂરંદેશી હતી. દેશે તેમની 150મી જન્મજયંતિ ઉજવવાનું નક્કી કર્યું છે. સરદાર પટેલની 150મી જન્મજયંતિ 31મી ઓક્ટોબરથી શરૂ થશે. આ પછી 15 નવેમ્બરથી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષ શરૂ થશે. આ બંને મહાપુરુષો સામેના પડકારો અલગ-અલગ હતા પરંતુ તેમની દ્રષ્ટિ એક જ હતી.”
પીએમ મોદીએ ભારતીય નાયકો અને એનિમેશન ક્ષેત્રનો ઉલ્લેખ કર્યો
સૌથી મહત્વની વાત તો એ છે કે, મન કી બાતના 115મા એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છોટા ભીમનો પણ ઉલ્લેખ કર્યો કહ્યું, “છોટા ભીમની જેમ અમારી અન્ય એનિમેટેડ શ્રેણી કૃષ્ણા, મોટુ-પટલુ, બાલ હનુમાનના પણ સમગ્ર વિશ્વમાં ચાહકો છે. ભારતીય એનિમેટેડ પાત્રો અને ફિલ્મો તેમની સામગ્રી અને સર્જનાત્મકતાને કારણે સમગ્ર વિશ્વમાં પસંદ કરવામાં આવી રહી છે. ભારત એનિમેશનના ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાના માર્ગે છે.”