જમ્મુ-કાશ્મીરમાં હાલત સતત બગડી રહ્યા છે. આ દરમિયાન અહેવાલ છે કે પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સ નેતા ઉમર અબ્દુલ્લાને રવિવાર મોડી રાતે નજરબંધ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા ઉસ્માન માજિદ અને માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (CPM)ના નેતા એમ વાઈ તારિગામીએ આવો દાવો કર્યો. પોલીસનું કહેવું છે કે કાશ્મીરમાં તણાવપૂર્ણ સ્થિતિ બનેલી છે અને સૈનિકોની તહેનાથી વધારી દેવામાં આવી છે. તેના કારણે આ નેતાઓને નજરબંધ કરવામાં આવ્યા છે. નજરબંધ થયા બાદ ઉમર અબ્દુલ્લાએ લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરી છે.
બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આજે સવારે 9:30 વાગ્યે કેબિનેટ મીટિંગ છે. તેમાં કાશ્મીર ઘાટી પર કેટલાક મોટા નિર્ણય લેવાની શક્યતા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં લેવાયેલા નિર્ણય અને કાશ્મીરની સ્થિતિ પર સરકાર સંસદમાં નિવેદન પણ આપી શકે છે.