વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મંગળવારે હૈદરાબાદ હાઉસમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત શરુ થઇ ચૂકી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, મેલેનિયા ટ્રમ્પ દિલ્હીના હૈદરાબાદ હાઉસ પહોંચી ગયા છે. અહીં PM મોદીએ તેમનું સ્વાગત કર્યું. અહીં ડોનાલ્ડ ટ્રમ્પ અને PM મોદી વચ્ચે દ્વીપક્ષીય ચર્ચા થવાની છે. આ દરમિયાન ફર્સ્ટ લેડી મેલેનિયા પણ હાજર છે. આવું ભાગ્યેજ થાય છે કે, દ્વીપક્ષીય વાર્તામાં રાષ્ટ્રપ્રમુખની પત્ની પણ હૈદરાબાદ હાઉસમાં હાજર હોય.
આજની બેઠક દરમિયાન ભારત-અમેરિકા વચ્ચે 6 કરાર થવાની શક્યતા છે. તેમાં 21 હજાર કરોડ રૂપિયાનો રક્ષા સોદો મહત્વનો માનવામાં આવે છે. અમદાવાદના નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં અમેરિકન રાષ્ટ્રપતિએ જ આ વિશે જાહેરાત કરી છે. આ સિવાય ભારત-અમેરિકા વચ્ચે પરમાણુ રિએક્ટર સાથે જોડાયેલો કરાર પણ નક્કી માનવામાં આવે છે. તેના અંતર્ગત અમેરિકા ભારતને 6 રિએક્ટર સપ્લાય કરશે. હાલ આ બેઠકમાં કોઈ પણ પ્રકારની વેપાર સમજૂતી કરાર થવાની શક્યતા ખૂબ નહિવત છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે, આ વિશે ચર્ચા ચોકક્સ થશે.