કોરોના વિરૂદ્ધ દેશવ્યાપી લડાઈ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આજે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. એવું મનાય છે કે, આ ચર્ચા દરમિયાન લૉકડાઉન ધીમે-ધીમે સમાપ્ત કરવાના ઉપાયો પર ચર્ચા થઈ શકે છે. દેશમાં કોરોના મહામારી ફેલાયા બાદ વડાપ્રધાન સાથે રાજ્યોના મુખ્યમંત્રીઓની આ ત્રીજી વખત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત થશે.
સરકારી સુત્રોએ આ વાતના સંકેત આપ્યાં છે કે, કોરોનાના પડકારનો સામનો કરવા માટે આગામી રણનીતિ ઉપરાંત લૉકડાઉનમાં સમાપ્તીને લઈને ચર્ચા કરવામાં આવશે. કોરોના વાઈરસના કહેરના કારણે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન બીજી વખત 3 મેં સુધી લંબાવવામાં આવ્યું છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારોએ લોકોને રાહત આપવા અને અર્થ વ્યવસ્થાને વેગ આપવા માટે અનેક ક્ષેત્રોમાં છૂટ આપી છે, પરંતુ કેટલાક રાજ્યો કોરોના સંક્રમણને કાબૂમાં રાખવા માટે લૉકડાઉન 3 મેં પછી પણ આગળ લંબાવવાની ઈચ્છા ધરાવે છે.