ભારતની આઝાદીના 75માં વર્ષના ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમમાં ભાગ લેવા પીએમ મોદી આજે અમદાવાદ આવી પહોંચ્યા છે. પીએમ મોદી (PM Modi)એ સાબરમતી આશ્રમ (Sabarmati Ashram)ની મુલાકાત લઈને ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યાર બાદ તેમણે હ્રદયકુંજમાં ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી. જે બાદમાં તેમણે આશ્રમની વિઝિટર બુક (Visitor book)માં નોંધ કરી હતી. જેમાં તેએઓ લખ્યું છે કે, ફરી એક વખત સાબરમતી આશ્રમમાં આવીને તેઓ ધન્યતા અનુભવે છે. ઉલ્લેખનીય છે કે અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં આગામી 75 અઠવાડિયા દરમિયાન 75 કાર્યક્રમો યોજાશે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો મુખ્ય હેતુ દેશભરમાં ભાષા અને રાજ્યવાર જનજાગૃતિ અને આંદોલન પ્રેરાય, ભારતનો ભવ્ય અને ગૌરવપૂર્ણ ભૂતકાળ ઉજાગર થાય સાથે ભારતના વિકાસને દર્શાવવાનો છે.