‘નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન’ આ કહેવતને ટાંકતા પીએમ નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી જણાવ્યું હતું કે, આપણે મોટા લક્ષ્યને લઈ આગળ વધવાની દિશામાં પ્રયાણ કરવું જોઈએ. પીએમે ટેકાના ભાવના વધારામાં થયેલાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, તેમની સરકારે વર્ષોથી અટવાયેલી પડેલી ખેડૂતોની પડતર કિંમતના દોઢ ગણા ભાવ આપવાના નિર્ણને સરકારે બહાલી આપી દીધી.