પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે સાઉદી અરેબિયાના જેદ્દાહ જવા રવાના થયા છે. પ્રધાનમંત્રી મોદી આરબ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર સાઉદી અરેબિયા જવા રવાના થયા છે. આ તેમની બે દિવસની મુલાકાત છે. આ સમય દરમિયાન તેઓ ક્રાઉન પ્રિન્સ સાથે મહત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપશે.