હવે દેશનો દરેક ગ્રામીણ સશક્ત બનશે. ગામમા રહેતા લોકોને આર્થિક રીતે શક્તિશાળી બનાવવા માટે કેન્દ્ર સરકારે પોતાની કમર કસી લીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે સ્વામિત્વ યોજનાની શરૂઆત કરી. આ યોજનાથી ગામડામાં રહેતા લોકોને આર્થિક રીતે સશક્ત બનાવવામાં આવશે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જમીન માલિકોને 'સ્વામિત્વ યોજના' 'Survey of Villages and Mapping with Improvised Technology in Village Areas' (SVAMITVA) scheme હેઠળ પ્રોપર્ટી કાર્ડના વિતરણની યોજનાનો શુભારંભ કર્યો. પીએમ મોદીએ આ યોજનાને ગ્રામીણ ભારત માટે મોટો ફેરફાર લાવનારી યોજના ગણાવી.
આ અવસરે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર તોમરે કહ્યું કે, આ યોજના ગામડાઓમાં સંપત્તિને લઈને ઊભી થતી વિવાદની સ્થિતિને ઠી કરવાનો એક પ્રયત્ન છે. આ યોજના હેઠળ દેશના તમામ ગામડાઓમાં ડ્રોનના માધ્યમથી સંપત્તિનું મેપિંગ કરવામાં આવશે અને ગામડાના લોકોને તેમની સંપત્તિના માલિકીહકનું પ્રમાણપત્ર મળશે. તેમણે કહ્યું કે 2024 સુધીમાં ગામડામાં રહેતા લોકોને પ્રોપર્ટી કાર્ડ મળી જશે.