વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં ફિશરિઝ સેક્ટરનાં વિકાસ માટે રૂ. ૨૦,૦૫૦ કરોડની પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) લોન્ચ કરવામાં આવી હતી. સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની યોજનાનાં ભાગરૂપે આ સ્કીમ શરૂ કરાઈ છે જેનો ઉદ્દેશ માછલીઓનું ઉત્પાદન અને નિકાસને વેગ આપવાનો છે.
વીડિયો કોન્ફરન્સ દ્વારા મોદીએ બિહારમાં ફિશરિઝ તેમજ પશુપાલન ક્ષેત્ર માટે કેટલાક અન્ય પ્રોત્સાહનો પણ જાહેર કર્યા હતા. મોદીએ કહ્યું કે આને કારણે મત્સ્ય ઉદ્યોગ સાથે સંકાળાયેલા લોકોને ફાયદો થશે. મોદીએ કહ્યું કે આ યોજનાની સાથે વ્હાઇટ રિવોલ્યુશન એટલે કે ડેરી ઉદ્યોગ અને સ્વીટ રિવોલ્યુશન એટલે કે મધમાખી ઉછેર ઉદ્યોગને વેગ મળશે. દેશનાં ૨૧ રાજ્યોમાં આ સ્કીમ શરૂ કરાશે.