ભારતના ત્રણ દિવસીય પ્રવાસ પર શુક્રવારે નવી દિલ્હી પહોંચેલા નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબાએ શનિવારે હૈદરાબાદ હાઉસમાં ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બન્ને દેશોના રાષ્ટ્રાધ્યક્ષોની ઉપસ્થિતિમાં ભારત અને નેપાળ વચ્ચે એનર્જી સેક્ટરમાં ઘણી સમજુતી થઇ હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબાએ સંયુક્ત રુપથી ભારત સરકારની ક્રેડિટ લાઇન અંતર્ગત નિર્મિત નેપાળમાં સોલૂ કોરિડોર 132 કેવી પાવર ટ્રાન્સમિશન લાઇન અને સબ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન નેપાળ આધિકારિક રુપથી આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સમાં (Nepal Joins International Solar Alliance) સામેલ થઇ ગયું છે.