Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં આજથી (16 જાન્યુઆરીથી) દુનિયાના સૌથી મોટા કોરોના રસીકરણ (Corona vaccination) અભિયાનની શરૂઆત થઈ ગઈ છે.  વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સથી રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આ દિવસની દેશના લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. 
પીએમ મોદીનું સંબોધન:
કોરોના વાયરસના બે ડોઝ લેવા જરૂરી છે. કોઈ એવી ભૂલ બિલકુલ ન કરે કે એક ડોઝ લઈને બીજો ડોઝ ન લે. આ ઉપરાંત બીજો ડોઝ લીધાના બે અઠવાડિયા બાદ વ્યક્તિના શરીરમાં એન્ટીબોડી બને છે. રસી લીધા બાદ પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે. બેદરકારી મુશ્કેલી ઊભી કરી શકે છે.

હું દેશના લોકોને અપીલ કરી છું કે જેવી રીતે કોરોનાની રસી આવ્યા સુધી ધીરજ રાખી છે તેવી જ ધીરજ રસી લાગી જાય ત્યાં સુધી જાળવી જાળવી રાખે.

પ્રથમ તબક્કામાં સરકારી કે ખાનગી હેલ્થ વર્કર્સને રસી આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં ત્રણ કરોડ લોકોને રસી આપવામાં આવશે. બીજા તબક્કામાં 30 કરોડ લોકોને રસી આપવાનો ટાર્ગેટ છે.

>> ભારતની બંને રસી વૈજ્ઞાનિકોની કસોટીમાંથી ખરી ઉતરી છે. આથી આ મામલે અફવા કે દુષ્પ્રચારથી દૂર રહો.

>> ભારતની રસી વિદેશી રસીની સરખામણીમાં ખૂબ રસ્તી અને ઉપયોગ કરવામાં સરળ છે. વિદેશની અમુક રસીના એક ડોઝની કિંમત પાંચ હજાર રૂપિયા સુધી છે. આ ઉપરાંત તેને -70 ડિગ્રી તાપમાનમાં રાખવી પડે છે.

>> કોરોનાની શરૂઆત વખતે દેશમાં માત્ર એક ટેસ્ટિંગ લેબ હતી. આજે 2,300થી વધારે લેબનું નેટવર્ક છે.

ભાષણ દરમિયાન પીએમ મોદી ભાવુક થઈ ગયા હતા. પીએમ મોદીએ કહ્યું કે, આપણા સેંકડો સાથી પરત ન આવી શક્યા. કોરોનાએ દર્દીને એકલો પાડી દીધો હતો. અનેક માતાઓને તેના બાળકોથી અલગ રહેવું પડ્યું હતું. જનતા કર્ફ્યૂએ લોકોને લોકડાઉન માટે તૈયાર કરવામાં મદદ કરી હતી. આપણે દીવા સળગાવી અને થાળીઓ વગાડીને મનોબળ મજબૂત કર્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ