વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પ્રોફાઇલ ફોટો બદલ્યો, તિરંગો લગાવી કરાવી હર ઘર તિરંગા અભિયાનની શરુઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને હર ઘર તિરંગા અભિયાનને યાદગાર જન આંદોલન બનાવવા વિનંતી કરી છે. પીએમએ તેમનો પ્રોફાઇલ પિક્ચર બદલીને તિરંગો કરી દીધો છે. તેમણે એક વેબસાઈટ પણ શેર કરી છે જ્યાં લોકો પોતાના ઘરે ધ્વજ ફરકાવ્યા બાદ તેની સાથે સેલ્ફી લઇને વેબસાઇટ પર શેર કરી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે લોકોને વિનંતી કરી હતી કે તેઓ સોશિયલ મીડિયા પરના તેમના પ્રોફાઇલ ચિત્રોને “તિરંગા” એટલે કે રાષ્ટ્રધ્વજમાં બદલો. લખ્યુ કે સ્વતંત્રતા દિવસ પહેલા નાગરિકોને ગર્વથી ભરી દેવાની સરકારી પહેલ “હર ઘર તિરંગા”નું ત્રીજું વર્ષ છે.