વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગુરુવારે પુડુચેરીના પ્રવાસ દરમિયાન પોતાના ભાષણમાં રાહુલ ગાંધી ના ‘મત્સ્યપાલન મંત્રાલય’ બનાવવાના નિવેદનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તેમનું નિવેદન સાંભળીને હું સ્તબ્ધ રહી ગયો હતો. તેઓએ કૉંગ્રેસ ઉપર આક્ષેપ કરતાં કહ્યું કે, આ પાર્ટી જૂઠનો આશરો લઈને ચાલે છે.
વડાપ્રધાને કહ્યું કે, હકીકત એ છે કે હાલની એનડીએ સરકારે વર્ષ 2019માં મત્સ્યપાલન માટે મંત્રાલયની રચના કરી છે. મત્ય્nપાલન માટે ફાળવેલું બજેટ માત્ર બે વર્ષમાં 80 ટકાથી વધુ થઈ ગયું છે. નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ થોડા દિવસના અંતરમાં બે વાર મત્સ્યપાલન મંત્રાલયને લઈ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું, ત્યારબાદ બીજેપીએ વળતા હુમલાઓ કરવાનુ શરુ કરી દીધું છે.