પૂર્વ વિદેશ મંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજનું નિધન થઈ ગયું છે. 67 વર્ષની ઉંમરે સુષ્મા સ્વરાજે દિલ્હીના એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. તે ઘણા સમયથી બીમાર હતા. અને તેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સુષ્મા સ્વરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટર પર સુષ્મા સ્વરાજને શ્રધ્ધાંજલિ અર્પી હતી.
પીએમ નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કરતાં કહ્યું કે, ભારતીય રાજનીતિમાં એક શાનદાર અધ્યાયનો અંત આવ્યો છે. ભારત એક એવાં નેતાના નિધન પર શોક વ્યક્ત કરે છે, જેમણે પોતાનું જીવન સાર્વજનિક સેવા અને ગરીબોના જીવનને સમર્પિત કર્યું હતું. સુષ્મા સ્વરાજ કરોડો લોકો માટે પ્રેરણાનું એક સ્ત્રોત હતા.