વડાપ્રધાન મોદી ડરી ગયા છે અને સ્ટેજ પર રડી પણ શકે છે તેમ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. કર્ણાટકના વિજયપુરામાં ચૂંટણી સભાને સંબોધતા રાહુલે જણાવ્યું હતું કે જો તમે વડાપ્રધાનના ભાષણ સાંભળશો તો તમને સ્પષ્ટપણે દેખાઇ આવશે કે તે ડરી ગયા છે.
રાહુલે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન અલગ અલગ રીતે પ્રજાનું ધ્યાન હટાવવાના પ્રયત્નો કરી રહ્યાં છે. તેઓ ક્યારેક ચીનની વાત કરે છે તો ક્યારેક પાકિસ્તાનની વાત કરે છે. તે ક્યારેક થાળી વગાડવાનું કહે છે તો ક્યારેક તે મોબાઇલ ટોર્ચ ચાલુ રાખવાનું જણાવે છે.