વડાપ્રધાન મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તેઓ 3 દિવસ સુધી મિશન ગુજરાત અંતર્ગત જંગી પ્રચાર કરશે. ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી કુલ 14 હજાર 500 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમના કાર્યક્રમ પર નજર કરીએ તો આજે (09 ઓક્ટોબર) બપોરે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થશે. અમદાવાદ એરપોર્ટથી સીધા જ તેઓ મોઢેરા હેલીપેડ જવા રવાના થશે. સાંજે 5 કલાકે બહુચરાજીના દેલવાડા ખાતે જનસભાને સંબોધશે.