કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર ચીનને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. હાલમાં ચીને જાહેર કરેલા નવા નકશામાં અક્સાઈ ચીન અને અરુણાચલ પ્રદેશને તેમનો હિસ્સો જણાવવામાં આવ્યો છે, તેના પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યો છે. રાહુલે કહ્યું કે, હું લાંબા સમયથી આ મુદ્દો ઉઠાવી રહ્યો છું, વડાપ્રધાને ચીનના મુદ્દે દેશને ગેરમાર્ગે દોર્યો છે. ચીને ભારતની જમીન છીનવી લીધી છે અને વડાપ્રધાને આ વિષય પર બોલવું જોઈએ.