લોક જનશક્તિ પાર્ટીના (LJP) અધ્યક્ષ ચિરાગ પાસવાને (Chirag Paswan)કહ્યું કે તેમની પાર્ટી બિહાર વિધાનસભા (Bihar Assembly Elections)ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)સામે ઉમેદવાર ઉતારશે નહીં. તેના કેટલાક કલાકો પહેલા ભાજપાએ ચિરાગ પાસવાન પર આરોપ લગાવ્યો હતો કે તે ભાજપાના વરિષ્ઠ નેતાઓ સાથે પોતાનું સમીકરણ બતાવીને ચૂંટણીમાં ભ્રમ ઉભો કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એક તરફ ચિરાગ પાસવાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર (Nitish Kumar)પર પ્રહારો કરી રહ્યો છે જ્યારે બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah)જેવા ભાજપાના શીર્ષ નેતાઓની પ્રશંસા કરી રહ્યો છે. આવું કરીને તેણે અટકળોને જન્મ આપ્યો છે કે ભાજપા સાથે તેના કેટલીક મૌખિક સમજુતી છે.
બીજેપીએ આરોપ લગાવ્યો છે કે લોજપા અધ્યક્ષ ચિરાગ પાસવાન મોદીના નામ પર વોટ માંગે છે. આ આરોપો પર ચિરાગે કહ્યું કે મારે કોઈ કેમ્પેઇન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીરોની જરૂર નથી. તે મારા દિલમાં રહે છે. હું તેમનો હનુમાન છું. જરૂર પડવા પર મારી છાતી ચીરીને બતાવી શકું છું.