કોરોનાવાયરસ ચેપને કારણે દેશમાં લોકડાઉન થઈ રહ્યું છે. તેની અસર ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પર પડી રહી છે. આવી સ્થિતિમાં સરકાર દેશની અર્થવ્યવસ્થાને સંભાળવા અને વિદેશી રોકાણ વધારવાના પ્રયાસો કરી રહી છે. ચીની કંપનીઓએ પણ ભારતમાં રોકાણની ઇચ્છા વ્યક્ત કરી ચૂકી છે. દરમિયાન PM મોદીએ ગુરુવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જેમાં ભારતમાં રોકાણની સંભાવનાને વધારવા માટેની વ્યૂહરચનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ગુરુવારે યોજાયેલી બેઠકમાં વિદેશી રોકાણોની સાથે સ્થાનિક સ્તરે રોકાણને પ્રોત્સાહન આપવાની રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી જેથી ભારતીય અર્થવ્યવસ્થા કોવિડ 19 મહામારીને લીધે થતાં નુકસાનમાંથી બહાર આવી શકે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામન, ગૃહમંત્રી અમિત શાહ, વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા.