પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિદ્ધાર્થનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં સિદ્ધાર્થનગર, એટા, હરદોઈ, પ્રતાપગઢ, ફતેહપુર, ગાઝીપુર, મિર્ઝાપુર, અને જૌનપુર જિલ્લાઓ સ્થિત મેડિકલ કોલેજોનું ઉદ્ધાટન કર્યું. આ 9 મેડિકલ કોલેજ માટે અંદાજિત ખર્ચ 2329 કરોડ રૂપિયા છે. કાર્યક્રમમાં સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ પૂર્વાંચલ માટે અને સમગ્ર ઉત્તર પ્રદેશ માટે આરોગ્યનો ડબલ ડોઝ લઈને આવ્યો છે. તમારા માટે એક ઉપહાર લઈને આવ્યો છે. અહીં સિદ્ધાર્થિનગરમાં યુપીની 9 કોલેજોનું લોકાર્પણ થઈ રહ્યું છે, ત્યારબાદ પૂર્વાંચલથી જ સમગ્ર દેશ માટે ખુબ જરૂરી મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મોટી યોજના શરૂ થઈ રહી છે.
પીએમ મોદીએ કહ્યું કે આજે કેન્દ્રમાં જે સરકાર છે, અહીં યુપીમાં જે સરકાર છે તે અનેક કર્મયોગીઓની દાયકાઓની તપસ્યાનું ફળ છે. સિદ્ધાર્થનગરે પણ સ્વર્ગીય માધવપ્રસાદ ત્રિપાઠીના રૂપમમાં એક એવા સમર્પિત જનપ્રતિનિધિ દેશને આપ્યા, જેમનો અથાગ પરિશ્રમ આજે રાષ્ટ્રને કામ આવી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, સિદ્ધાર્થનગરની નવી મેડિકલ કોલેજનું નામ માધવબાબુના નામ પર રાખવું તેમના સેવાભાવ પ્રત્યે સાચી કાર્યાંજલિ છે. માધવબાબુનું નામ અહીંથી ભણીને નીકળનારા યુવા ડોક્ટરોને જનસેવાની નિરંતર પ્રેરણા આપશે.