પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)આજે ગાંધીનગરમાં સેમીકૉન ઈંડિયા કોન્ફ્રેન્સ-2023માં ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સીમેકંડક્ટર ઈંડસ્ટ્રી (SemiconIndia-2023)પર ફોકસ કરવાનું છે. બે દિવસના ગુજરાત પ્રવાસ પર આવેલા પીએમ મોદીએ સવારે 10.30 કલાકે કાર્યક્રમનું ઉદ્ધાટન કર્યું. પ્રધાનમંત્રી મોદીએ ગુરુવારે પોતાના પ્રવાસના પ્રથમ દિવસે રાજકોટની નજીક ગ્રીનફીલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને અન્ય વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું હતું. બાદમાં તેમણે રાજકોટમાં એક જાહેર સભાને સંબોધન પણ કર્યું હતું.