વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ અગાઉ નવી દિલ્હીમાં અલીપુર રોડ પર ડૉ.આંબેડકર રાષ્ટ્રીય સ્મારકનું ઉદઘાટન કરાયું હતું. અહીં ડૉ.આંબેડકરે 6 ડિસેમ્બર, 1956નાં રોજ મહાપરિનિર્વાણ ધારણ કર્યું હતું. બહારથી પુસ્તક જેવા દેખાતા આ મ્યુઝિયમની વિશેષતા એ છે કે અહીં ડૉ.આંબેડકરને થ્રી-ડી માં લાઈવ સાંભળી શકાય છે. તેમના ભાષણ અને સંબોધન સાંભળી શકાશે.