વિશ્વના સૌથી વિશાળ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવાનો સાથે સંવાદ સાધ્યો હતો. દેશના 28 કેન્દ્રોમાં હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. હેકાથોનના ગ્રાન્ડ ફિનાલેમાં દેશભરના 6 હજાર વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. તેમણે 340 જેટલી જુદી જુદી સમસ્યાઓનો ડિજીટલ ઉકેલ શોધવા માટે પ્રયાસ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી તેમની સાથે સંવાદ સાધ્યો હતો.