PM નરેન્દ્ર મોદી આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીના બોરસી ખાતે 'લખપતિ દીદી' કાર્યક્રમને સંબોધિત કરશે. આ દરમિયાન નારી શક્તિને લઈને ગૌરવની અનોખી બાબત જોવા મળશે. ખાસ વાત એ છે કે આજે પીએમ મોદીની સુરક્ષા મહિલા પોલીસકર્મીઓ (મહિલા સુરક્ષા દળો)ના હાથમાં હશે.
પીએમ મોદીની સુરક્ષા મહિલા પોલીસકર્મીઓના હાથમાં, દેશમાં આવું પહેલીવાર બનશે
મહિલા દિવસ નિમિત્તે દેશના વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી માત્ર મહિલા પોલીસકર્મીઓ જ સંભાળશે. દેશમાં આવું પહેલીવાર બનશે, જ્યારે માત્ર મહિલા પોલીસકર્મીઓ પીએમની સુરક્ષા સંભાળશે. જેમાં હેલીપેડ પર પીએમ મોદીના આગમનથી લઈને જાહેર સભા સ્થળ સુધી આજે દરેક જગ્યાએ માત્ર મહિલા પોલીસકર્મીઓ જ સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહી છે.