આજે (શનિવારે) PM મોદી બે દિવસ માટે કોલકાતાની મુલાકાતે પહોંચ્યા છે. અહીં તેઓ કોલકાતા પોર્ટ ટ્રસ્ટની 150મી વર્ષગાંઠના કાર્યક્રમમાં સામેલ થશે. તેમની મુલાકાત સામે કોંગ્રેસ, ડાબેરી સંગઠનો અને અન્ય રાજકીય સંગઠનોએ વિરોધ પ્રદર્શનનો એજેન્ડા તૈયાર કરી દીધો છે. અત્યારે પશ્વિમ બંગાળ સ્ટુડન્ટ્સ ફેડરેશનના સભ્યો કોલકાતામાં કાળા ફુગ્ગા અને ગો બેક મોદીના બેનર સાથે વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતાં.