કર્ણાટક વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે. કર્ણાટકની રાજકીય રણભૂમિમાં વડાપ્રધાન મોદીએ આજથી ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી છે. સૌથી પહેલાં મોદીએ મૈસુરના ચામરાજનગરમાં રેલી સંબોધિત કરી કહ્યું છે કે, કર્ણાટકમાં ભાજપની હવા નહીં પરંતુ આંધી છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપર પણ આકરા પ્રહાર કર્યા છે. મોદીની આજે ઉડીપી અને બેલગાવીમાં પણ રેલી છે.