પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શ્રીલંકા સરકારે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અને બંને દેશોના સહિયારા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પ્રોત્સાહન આપવાના તેમના અસાધારણ પ્રયાસોને માન્યતા આપવા બદલ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન 'મિત્ર વિભૂષણ પદક'થી નવાજવામાં આવ્યા હતા. આ કોઈ વિદેશી દેશ દ્વારા પ્રધાનમંત્રી મોદીને આપવામાં આવેલો 22મો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે. અસાધારણ વૈશ્વિક મિત્રતાને માન્યતા આપવા માટે ખાસ સ્થાપિત, આ પદક ભારત-શ્રીલંકા સંબંધોની ઊંડાઈ અને હૂંફને પ્રતિબિંબિત કરે છે.