વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સફાઈ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક દિલ્હીમાં યોજી હતી.આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના અને મુખ્ય સચિવ હાજર રહ્યા. વડાપ્રધાને લોકોને નદી સાથે જોડવા માટે 'જન ભાગીદારી આંદોલન' શરૂ કરવાની સલાહ આપી છે. પીએમ મોદીની ઉચ્ચ સ્તરીય બેઠકમાં યમુનાની સફાઈ માટે ટૂંકા ગાળા (3 મહિના), મધ્યમ ગાળા (3 મહિનાથી 1.5 વર્ષ) અને લાંબા ગાળાની (1.5 થી 3 વર્ષ) યોજનાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી